Syntagm
sports

IND vs ENG: વરસાદ બનશે વિલન? આજે ભારત-ઇંગ્લેન્ડની મેચ દરમિયાન કેવું રહેશે બ્રિસ્ટલનું વાતાવરણ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી T20 મેચ રમાશે. શ્રેયસ ઐયર અને તેની ટીમ માટે આ કરો યા મરોનો મુકાબલો છે, જોકે ટીમ ઇન્ડિયા સીરીઝ સીધી જીતી શકતી નથી. બાકીની બંને મેચ જીતીને ભારતીય ટીમ ડ્રો બચાવી શકે છે, પરંતુ જો કોઈ મેચ વરસાદથી ધોવાઈ જાય છે, તો ઇંગ્લેન્ડ સીરીઝ જીતી જશે. પરંતું શું મેચમાં વરસાદની સંભાવના છે, કેવું રહેશે વાતાવરણ?


IND vs ENG ચોથી T20 ક્યાં રમાઈ રહી છે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે. ભારતે 2018 માં આ સ્થળે પોતાની એકમાત્ર T20 મેચ રમી હતી. જેમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેદાન પર સાત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમા ચાર વાર લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી છે અને ત્રણ વખત પહેલા બેટિંગ કરનારી ટીમ છે.


IND vs ENG ચોથી T20 ક્યારે શરૂ થશે?

બ્રિસ્ટલમાં સ્થાનિક સમય મુજબ મેચ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ સાંજે 5:00 વાગ્યે થશે. ભારતીય માનક સમય (IST) મુજબ, મેચ રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ રાત્રે 9:30 વાગ્યે થશે.


IND vs ENG 4થી T20 માટે હવામાન કેવું રહેશે?

ભારત માટે હવામાન અંગે સારા સમાચાર છે; આજે બ્રિસ્ટોલમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. ટોસ સમયે તાપમાન 32°C ની આસપાસ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. 10 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. જે બેટ્સમેન માટે રાહતની વાત છે. જોકે, બીજી ઇનિંગ દરમિયાન વરસાદની થોડી શક્યતા છે, જોકે માત્ર 5 ટકા. તાપમાન 28°C સુધી ઘટી શકે છે, પરંતુ પવનની ગતિ ઓછી રહેશે.


ભારતીય ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, સૂર્યાંશ શેડગે, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ.

ઈંગ્લેન્ડની ટીમ

લિયામ ડોસન, આદિલ રશીદ, જોસ બટલર (વિકેટકીપર), જોફ્રા આર્ચર, લ્યુક વૂડ, સાકિબ મહમૂદ, સેમ કુરાન, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોશ ટોંગ, હેરી બ્રુક (કેપ્ટન), ટોમ બેન્ટન, વિલ જેક્સ, જોર્ડન કોક્સ (વિકેટકીપર), બેથ જેમ્સ, બેથ કોન્સ કોક્સ (વિકેટકીપર)


આ પણ વાંચો: Shreyas Iyer:'તે બેસ્ટ કેપ્ટન છે...', ઇંગ્લેન્ડમાં શરમજનક પ્રદર્શન બાદ શ્રેયસની વ્હારે આવી બહેન શ્રેષ્ટા


Original source: sandesh.com →