Syntagm
sports

FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલ માટે 8 ટીમ નક્કી,જાણો સંપૂર્ણ શેડ્યુલ

FIFA વર્લ્ડ કપ 2026નો બીજો રાઉન્ડ પૂર્ણ થયો છે,અને ટ્રોફી માટેની દોડ હવે ચોથા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.ચોથા રાઉન્ડ ક્વાર્ટર ફાઇનલમાં,ફક્ત આઠ ટીમો બાકી છે,જ્યારે કુલ 40 ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.રાઉન્ડ ઓફ 16ના રોમાંચક સમાપન સાથે આઠ ક્વાર્ટર ફાઇનલ ટીમો નક્કી થઈ ગઈ છે,અને તેમના મેચ શેડ્યૂલ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. આ રાઉન્ડના અંતિમ દિવસે આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લૅન્ડની જીત સાથે, ક્વાર્ટર ફાઇનલ લાઇનઅપ પૂર્ણ થઈ ગયું છે.

વર્લ્ડ કપના ત્રણો મેજબાન બહાર

રાઉન્ડ ઓફ 16 અથવા પ્રી-ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં આઠ મેચ રમાઈ હતી,અને તે લગભગ બધી જ રોમાંચક હતી.સૌથી આશ્ચર્યજનક પરિણામ પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલ સામે હતું,જેને નોર્વેના હાથે આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો હતો.દરમિયાન ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના ઇજિપ્ત સામે 0-2 થી પાછળ રહીને 3-2 થી જીત મેળવીને બહાર થવાથી બચી ગઈ હતી.નોંધનીય છે કે,ત્રણેય ટુર્નામેન્ટ યજમાન -યુનાઇટેડ સ્ટેટ્સ,મેક્સિકો અને કેનેડા -આ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા.પેરાગ્વે,બ્રાઝિલ,પોર્ટુગલ,ઇજિપ્ત અને કોલંબિયાએ પણ પોતાનું સ્થાન ગુમાવ્યું.

ક્વાર્ટર-ફાઇનલનું શેડ્યૂલ

મેચ નંબરટીમતારીખ સમય (IST)સ્થળ
QF 1ફ્રાન્સ vs મોરોક્કો10 જુલાઈ, 202601:30 PMબોસ્ટન સ્ટેડિયમ, મેસેચ્યુસેટ્સ
QF 2 સ્પેન vs બેલ્જિયમ11 જુલાઈ, 202612.30 AMલોસ એન્જલસ સ્ટેડિયમ, કેલિફોર્નિયા
QF 3 નોર્વે vs ઈંગ્લેન્ડ12 જુલાઈ, 202602.30 AMમિયામી સ્ટેડિયમ, ફ્લોરિડા
QF 4 આર્જેન્ટિના vs સ્વિટ્ઝર્લૅન્ડ12 જુલાઈ, 202606.30 AMકેન્સાસ સિટી સ્ટેડિયમ, મિઝોરી

આ 8 ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

હવે,ક્વાર્ટર ફાઇનલની વાત કરીએ તો,નોર્વે અને થોડા અંશે સ્વિટ્ઝર્લૅન્ડ જ એવી ટીમો હતી જેમની આ તબક્કામાં પહોંચવાની અપેક્ષા ઓછી હતી.છતાં,તેમણે અંતિમ આઠમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.આર્જેન્ટિના,ફ્રાન્સ,ઇંગ્લેન્ડ,બેલ્જિયમ,મોરોક્કો અને સ્પેન પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા.આ આઠ ટીમો હવે અંતિમ ચાર સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ચાર મેચ રમશે.

આ પણ વાંચો - FIFA World Cup 2026: પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટ્ઝર્લેન્ડે કોલંબિયાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો

Original source: sandesh.com →